વાંકાનેરમાં જિલ્લાના સૌથી વયોવૃદ્ધ દાદાએ 109 વર્ષની ઉંમરે મતદાનની ફરજ નિભાવી

- text


ભાટિયા સોસાયટીના મતદાન મથકે મતદાન કર્યું

મોરબી : મોરબી જિલ્લાના સૌથી વયોવૃદ્ધ કહી શકાય તેવા વશરામભાઈ જગમલભાઈ ગોહિલે ગઈકાલે વાંકાનેરના ચન્દ્રપુર મતવિસ્તારમાં ભાટિયા સોસાયટી ખાતેના મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું વશરામ દાદા આ ઉંમરે ચાલી શકવા અસમર્થ હોય પોલીસ જવાન અને તેમના પરિવારના સદસ્યએ તેમને સહારો આપી મતદાન મથક સુધી લઈ આવ્યા હતા.

- text