મોરબી : ગાય સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત, બેને ઇજા

- text


ધૂળકોટ નજીક સર્જાયો વિચિત્ર અકસ્માત

મોરબી : મોરબીના ધુળકોટ ગામ તરફ જતા રસ્તે આમરણ નજીક ત્રિપલ સવાર બાઈક એક ગાય સાથે ભટકતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતુ. આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હતી.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ધુળકોટ ગામની સીમ દામજીભાઇ છગનભાઇ ચીકાણીની વાડીએ રહીને ખેતમજૂરી કરતા મુકેશભાઇ ગુલાબસીંગ પલાસીયા ગત તા.૨૫ ના રોજ રાત્રિના બારેક વાગ્યાના અરસામા પોતાના હવાલાવાળુ મોટરસાઇકલ નં. જીજે ૧૦ બીક્યુ ૦૨૮૫ વાળુ લઈને ત્રિપલ સવારીમાં આમરણ ગામથી બે કીમી દૂર ધુળકોટ ગામ તરફ જતા રસ્તે પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ બાઈક અચાનક ગાય સાથે ભટકાતા ત્રણેય લોકો બાઈક ઉપરથી ઉથલી પડ્યા હતા. જેમાં ગંભીર ઇજા થવાથી મુકેશભાઇ ગુલાબસીંગ પલાસીયાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વિક્રમભાઇ બીસનભાઇ હટીલા અને બીરસીંગ યેસુભાઇ હટીલાને ઇજા પહોંચી હતી. પોલીસે આ બનાવની પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text