મોરબીના લાલપર ગામે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇકચાલકનું મોત

- text


ટ્રક ડ્રાઈવર બાઈકચાલકને હડફેટે લઈ રાજસ્થાન પાસિંગનો ટ્રક રેઢો મૂકી નાસી છૂટ્યો

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપુર ગામની સામે રાજસ્થાન પાર્સિંગનો એક ટ્રક બાઇક ચાલકને અડફેટે લઇ તેનું મોત નીપજાવી ટ્રકનો ડ્રાઈવર ટ્રક રેઢો મૂકી નાસી છુટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે ટ્રક નંબરના આધારે ડ્રાઇવરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ટ્રક નંબર RJ-19 GG- 2833ના ડ્રાઈવરે લાલપર ગામ સામે પુરઝડપે ટ્રક ચલાવી બાઇક નંબર GJ- 03- EK- 2028 પર જઈ રહેલા ધર્મેન્દ્રસિંહ પરમારને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાના કારણેધર્મેન્દ્રસિંહનું મોત નીપજ્યું હતું. બનાવને લઇને મૂળ બગસરાના રહેવાસી અને હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ, બ્લોક નંબર એલ 542, શનાળા રોડ પર રહેતા તેમના પુત્ર વિજયસિંહ ધર્મેન્દ્રસિંહ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ એસ.આર. ચાવડાએ ટ્રક રેઢો મૂકીને નાસી જનાર ડ્રાઈવર સામે ગુનો નોંધી ટ્રક નંબરના આધારે ડ્રાઈવરની શોધખોળ આદરી છે.

- text

- text