ટંકારા તાલુકામાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત નોટા પણ મેદાનમાં : આ રહ્યા હાર-જીતના આંકડા

- text


તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકોમાં ગત ચૂંટણીના મતદાનના આંકડા ભાજપ માટે ચિંતાજનક

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં જીલ્લા પંચાયતની ત્રણ બેઠક છે અને તાલુકાની ૧૬ બેઠક આવેલી છે ટંકારા તાલુકો છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનો ગઢ સાબિત થી રહ્યો છે ત્યારે ગત ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે તો આ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ ઉપરાંત નોટા પણ મેદાને છે એમ કહી શકાય ગત ચૂંટણીમાં જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકમાં નોટ બે કે ત્રણ આંકડામાં મત લઈ ગયો હતો બેઠક વાઇસ ગત ચૂંટણીના પરિણામ ભાજપ માટે ચિંતા જનક છે.

ઓટાળા બેઠક જીલ્લા પંચાયત ના ઉમેદવાર પૈકી કોંગ્રેસને ૯૦૯૫ ભાજપને ૫૧૮૩ નોટા ને ૩૮૦ મત મળ્યા હતા.

ઓટાળા બેઠક : ઓટાળા બેઠકમાં બંગાવડી ખાખરા અને દેવળીયા ગામોનો પણ સમાવેશ થાય છે. ગત વખતે ૭૯.૭૮% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૭૩૬ ભાજપને ૧૩૫૫ અપક્ષ ને ૪૭ નોટા ને ૩૨ મત મળ્યા હતા.

સાવડી બેઠક : આ બેઠકમા સરાયા હિરાપર ગામનો પણ સમાવેશ થાય છે ગત વખતે ૭૯.૫૩% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૭૧૪ ભાજપને ૧૨૦૧ નોટાને ૭૫ મત મળ્યા હતાઆ વખતે ભાજપે કોગ્રેસના ઉમેદવારનુ ફોમ પરત ખેંચાવતા આ બેઠક બિન હરીફ થઈ ગઈ છે.

જબલપુર બેઠક : આ બેઠકમા કલ્યાણપર નેસડા( સુ)ગામનો પણ સમાવેશ થાય છે ગત વખતે ૮૦.૦૪% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૨૩૧૩ ભાજપને ૧૧૫૯ નોટાને ૪૮ મત મળ્યા હતા

વિરવાવ બેઠક : આ બેઠકમા ધ્રોલિયા. રોહીશાળા અને જોધપર (ઝાલા ) ગામનો પણ સમાવેશ થાય છે ગત વખતે ૭૨.૬૧% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૭૬૬ ભાજપને ૫૮૪ નોટાને ૧૧૬ મત મળ્યા હતા.

નાના ખીજડીયા બેઠક : આ બેઠકમા મોટા ખિજડીયા, નાના રામપર ગામનો પણ સમાવેશ થાય છે ગત વખતે ૭૧.૨૯% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને૧૩૫૬ ભાજપ ને ૭૩૧ અપક્ષ ને ૩૮૨ નોટા ને ૪૦ મત મળ્યા હતા

લજાઈ બેઠક : જીલ્લા પંચાયતના ઉમેદવાર પૈકી કોંગ્રેસને ૯૩૬૦ ભાજપને ૪૫૫૨ અપક્ષને ૮૯૮ નોટાને ૧૫૫ મત મળ્યા હતા.

લજાઈ ૧ બેઠક : જેમા વિરપર ગામનો પણ સમાવેશ થાય છે. ગત વખતે ૭૭.૩૨% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૯૩૭ ભાજપને ૫૩૦ નોટાને ૪૯ મત મળ્યા હતા.

લજાઈ ૨ બેઠક : આ બેઠક મા લખધીરગઢ. રાજાવડ. ધ્રુવનગર ગામનો સમાવેશ થાય છે ગત વખતે ૮૩.૨૯% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૨૦૮૨ ભાજપને ૮૧૮ નોટાને ૪૫ મત મળ્યા હતા.

હડમતીયા બેઠક : આ બેઠકમા સજ્જનપર ગામનો સમાવેશ થાય છે ગત વખતે ૭૩.૩૪% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૨૩૩૮ ભાજપને ૯૬૩ નોટાને ૬૧ મત મળ્યા હતા.

નશિતપર બેઠક : આ બેઠકમા મહેન્દ્રપુર, ઉમિયાનગર, નેસડા( ખા) ગામનો સમાવેશ થાય છે ગત વખતે ૮૦.૫૫% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૭૭૮ ભાજપને ૮૦૭ નોટાને ૫૯ મત મળ્યા હતા.

- text

ધુનડા (ખા) બેઠક : આ બેઠકમા ગજડી. વાધગઢ. મેધપર (ઝાલા) ગામનો સમાવેશ થાય છે ગત વખતે ૬૯.૩૬% મતદાન થયું હતું જેમાકોંગ્રેસને ૧૫૧૫ ભાજપને ૯૭૩ અપક્ષને ૫૩ નોટાને ૩૩ મત મળ્યા હતા

ગત ટર્મમાં ટંકારા નંબર ૧ બેઠક ભાજપ ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લેતા બીન હરીફ થઈ હતી.

ટંકારા બેઠકમાં : જીલ્લા પંચાયતના ઉમેદવાર પૈકી કોંગ્રેસને ૯૭૪૧ ભાજપને ૫૧૬૬ નોટાને ૨૯૨ મત મળ્યા હતા.

ટંકારા ૨ બેઠક : આ બેઠકમાં શહેરનો મધ્ય ભાગ, વેપારી, મુસ્લિમ સમાજ, દેવીપુજક અને પાટીદારો ના મત વધુ છે ગત વખતે ૭૭.૦૮% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૩૪૩ ભાજપને ૧૧૫૫ નોટાને ૪૭ મત મળ્યા હતા આ બેઠક ભારે રસાકસી સર્જાઈ હતી અને સૌથી ઓછા મતે ભાજપના ઉમેદવાર હાર્યા હતા.

ટંકારા ૩ બેઠક : આ બેઠકમા અમરાપર ટોળ ગામનો સમાવેશ થાય છે ગત વખતે ૬૯.૭૫% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૬૦૦ ભાજપને ૧૦૯૩ નોટાને ૮૦ મત મળ્યા હતા.

નેકનામ બેઠક : આ બેઠકમા હમિરપર અને સખપર ગામનો પણ સમાવેશ થાય છે ગત વખતે ૬૦.૭૧% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૬૯૨ ભાજપને ૬૭૫ અપક્ષને ૧૮૩ નોટાને ૩૧ મત મળ્યા હતા.

મિતાણા બેઠક : આ બેઠકમા છતર,વાછકપર ગામનો સમાવેશ થાય છે ગત વખતે ૬૩.૨૪% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૮૧૭ ભાજપને ૮૫૬ નોટાને ૭૫ મત મળ્યા હતા.

હરબટીયાળી બેઠક : આ બેઠકમા ભુતકોટડા (હરી)અને જીવાપર ગામનો સમાવેશ થાય છે ગત વખતે ૭૫.૯૨% મતદાન થયું હતું જેમા કોંગ્રેસને ૧૮૫૫ ભાજપને ૯૪૨ નોટાને ૬૭ મત મળ્યા હતા.

- text