આજે વસંત પંચમી : શા માટે આજે કરવામાં આવે છે માતા સરસ્વતી પૂજા?

- text


આજે વસંત પંચમીનો અનેરો દિવસ છે. હિન્દુ પંચાગ પ્રમાણે, માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિને વસંત પંચમીના નામથી ઓળખાય છે. આજના દિવસે જ્ઞાન અને વાણીની દેવી મા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીની કૃપાથી વ્યક્તિને જ્ઞાન, બુદ્ધિ, વિવેકની સાથે વિજ્ઞાન, કળા અને સંગીતમાં મહારત હાંસલ કરવાના આશિષ મળે છે. વસંત પંચમીના દિવસે જ શા માટે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે તે અંગે આજે અહીં વાત કરશું.

માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથીની શરૂઆત 16 ફેબ્રુઆરીના રોજ સવારે 3 વાગ્યાને 36 મિનિટ પર શરૂ થાય છે. જે વસંતપંચમીનો સમયગાળો 17 ફેબ્રુઆરીના રોજ બુધવારે સવારે 5 વાગ્યાને 46 મિનિટ સુધીનો છે. તેવામાં વસંત પંચમીનો તહેવાર 16 ફેબ્રુઆરીના રોજ જ મનાવવામાં આવશે. વસંત પંચમીના દિવસે તમારે માતા સરસ્વતીની પૂજા કરવા માટે કુલ 5 કલાક 37 મિનિટનો સમય મળશે. આ સમયગાળાની અંદર જ મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. આજે સવારે 6 વાગ્યાને 59 મિનિટથી બપોરે 12 વાગ્યાને 35 મિનિટની વચ્ચે માતા સરસ્વતીની પૂજા કરવાનું મુર્હત ઉત્તમ છે.

- text

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, જ્ઞાન અને વાણીની દેવી મા સરસ્વતી માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ જ બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. આ કારણે જ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાની રીત ચાલતી આવે છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે સરસ્વતી માતાની આરાધના કરવાથી તેઓ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે.

વસંત પંચમીના દિવસે વ્યક્તિએ સ્નાન વગેરે કામકાજ પતાવી દીધા પછી પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માતા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવા દરમિયાન તેમને પીળા પુષ્પો, પીળા રંગની મિઠાઈઓ અથવા ખીર જરૂરથી અર્પિત કરવી જોઈએ. તે સિવાય તેમને કેસર અથવા ચંદનનો ટીકો લગાડવો જોઈએ. પાળી વસ્ત્રો પણ ભેટ ધરવા જોઈએ.

વસંત પંચમીનો દિવસ શિક્ષા પ્રારંભ કરવા, નવી વિદ્યા, કળા, સંગીત વગેરે શીખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાળકોને આ દિવસે અક્ષરનું જ્ઞાન આપવામાં આવે છે. આજના દિવસે લોકો ગૃહ પ્રવેશનું પણ કાર્ય કરે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે વસંત પંચમીને કામદેવની પત્ની રતિની સાથે પૃથ્વી પર આવે છે અને દરેક તરફ પ્રેમનો સંચાર કરે છે. વસંત પંચમીને જ્ઞાન પંચમી અથવા શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. આજના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના સાથે ભગવાન વિષ્ણુ અને કામદેવની પણ આરાધના કરવામાં આવે છે.

- text