મોરબીમાં માવાના ભાવમા કાલથી રૂ.3 થી 5નો વધારો

- text


તમાકુ અને સોપારીના ભાવમાં વધારો થતાં મોરબી પાન- માવા એસોશિએશનનો નિર્ણય

મોરબી : સોપારી અને તમાકુંમાં ભાવોમાં ધરખમ વધારો થતા મોરબી પાન-માવા એસોસિએશન દ્વારા આજે અગત્યની બેઠક યોજી હતી જેમાં લેવાયેલ નિર્ણય મુજબ આવતીકાલથી મોરબીમાં 138 વાળા માવાના ભાવમાં રૂ.3 અને 120 માવામાં રૂ.5 નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી 138 માવા રૂ.18 અને 120વાળા માવા રૂ.25 માં મળશે.

કોરોનાકાળ પછી વેપાર ધંધા માંડ-માંડ બેઠા થઈ રહ્યા છે તેવામાં છેલ્લા દસથી બાર દિવસના સમયગાળામાં તમાકુ અને સોપારીના ભાવોમાં અસહ્ય ભાવ વધારો થતાં પાન બીડીના નાના- મોટા તમામ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં સોપારીના ભાવમાં પ્રતિકીલોએ 100થી વધુ અને તમાકુના ડબ્બામાં પણ 100 રૂપિયા જેટલો ભાવ વધારો આવ્યો છે.

- text

તમાકુ સોપારીના ભાવમાં થયેલા વધારાને પગલે પ્રવર્તમાન ભાવે પાન-માવા વેચવા પોસાય તેમ ન હોવાથી મોરબી પાન-પટ્ટી એસોસિએશન દ્વારા આજે શંકર આશ્રમ ખાતે પાન-માવાના વેપારીઓની ખાસ મીટીંગ બોલાવવામાં આવી હતી.

આ બાબતે મોરબી પાન-માવા એસોસિએશનના પ્રમુખ ખોડિયાર પાન વાળા સુરેશભાઈએ જણાવ્યુ હતુ કે, આજની મીટીંગમાં સર્વાનુમતે 138 માવના ભાવમાં રૂ.3 અને 120 માવાના ભાવમાં રૂ.5 નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અગાઉ 138 માવાનો ભાવ રૂ.15 અને 120 માવાનો ભાવમાં રૂ 20 હતો.ત્યારે હવેથી 138 માવાના ભાવમાં રૂ.18 અને 120 માવાના ભાવમાં રૂ.25 રહેશે. બાકીની વસ્તુઓનો ભાવ યથાવત રાખવામાં આવ્યો છે.

- text