વાંકાનેરના માટેલમાં સીરામીક ફેકટરીના મશીનમાં માથુ આવી જતા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે અકસ્માતે મશીનમાં માથું આવી જતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ખીજડીયા ગામે રહેતા માથકીયા ઇનજેમાઇલભાઇ હુશેનભાઇ (ઉ.વ. ૨૫) નામના શ્રમિક ગત તા.૯ ના રોજ વાંકાનેરના માટેલ રોડ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતા હતા. તે દરમિયાન અકસ્માતે મશીનમાં તેમનુ માથુ આવી જતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text