મોરબીમાં દર શુક્રવારે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ હેઠળ ખાતું ખોલાવવા કેમ્પ યોજાશે

- text


મોરબી : ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત 0થી 10 વર્ષની કન્યાના ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવા માટે ગયા મહિને મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કેમ્પ રાખવામાં આવેલ હતો. જેનો અનેક લોકોએ લાભ મેળવ્યો હતો.

આમ, ગત કેમ્પને સારો પ્રતિસાદ મળતા સીનીયર સુપ્રીડિયન્ટ ઓફ પોસ્ટ ઓફિસ એમ. કે. પરમારની સૂચના અન્વયે દર શુક્રવારે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં દર શુક્રવારે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ માટે કેમ્પ રાખવામાં આવશે. આ કેમ્પમાં ફોર્મ ભરી આપવામાં આવશે. તેમજ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

- text

આથી, જે લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને કન્યાની જન્મતારીખનો દાખલો, વાલીના આધાર કાર્ડ અને પાન કાર્ડ પુરાવા તરીકે લઈને આવવાનું રહેશે. તેમ પોસ્ટ ઓફિસના જનસંપર્ક જે. આર. રાવલની યાદીમાં જણાવ્યું છે.

- text