ડેઈલી માર્કેટ રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.૧૦૭ અને ચાંદીમાં રૂ.૬૮૮ની વૃદ્ધિ: ક્રૂડ તેલ પણ વધ્યું

- text


 

કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા: સીપીઓ, મેન્થા તેલ, રબરમાં નરમાઈ: કપાસમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ.૧૧૩૭૧ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૭૩૬૩૧ સોદામાં રૂ.૧૧૩૭૧.૭૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૭ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૬૮૮ની વૃદ્ધિ થઈ હતી. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. સીપીઓ, મેન્થા તેલ અને રબરમાં નરમાઈ સામે કપાસમાં સુધારો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૧૫૩૮ સોદાઓમાં રૂ.૫૪૮૬.૧૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૯૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૦૭૦ અને નીચામાં રૂ.૪૮૮૧૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૭ વધીને રૂ.૪૯૦૦૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૧ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૪૦૭ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૮૮૮ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૧ વધીને બંધમાં રૂ.૪૯૦૩૯ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૮૨૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૬૧૯૫ અને નીચામાં રૂ.૬૫૪૭૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૮૮ વધીને રૂ.૬૬૧૧૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૬૮૪ વધીને રૂ.૬૬૦૯૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૬૬૦ વધીને રૂ.૬૬૦૭૦ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૭૬૪૦ સોદાઓમાં રૂ.૨૦૭૨.૪૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૮૨૩ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૬૩ અને નીચામાં રૂ.૩૮૧૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨ વધીને રૂ.૩૮૫૫ બંધ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં ૪૭૩૮ સોદાઓમાં કુલ રૂ.૫૪૭.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૦૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૨૪૦ અને નીચામાં રૂ.૨૧૦૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૦ વધીને રૂ.૨૧૧૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૪૬.૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪.૩ ઘટીને બંધમાં રૂ.૯૨૬.૯ ના ભાવ હતા.

જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૭૦.૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૮૩ અને નીચામાં રૂ.૯૬૮.૧ રહી, અંતે રૂ.૯૭૨.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૯૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૯૮ અને નીચામાં રૂ.૧૧૯૧.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ વધીને રૂ.૧૧૯૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૯૭૦ સોદાઓમાં કુલ રૂ.૨૬૦૨.૦૩ કરોડ ની કીમતનાં ૫૩૧૪.૪૦૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૪૫૬૮ સોદાઓમાં કુલ રૂ.૨૮૮૪.૦૭ કરોડ ની કીમતનાં ૪૩૭.૮૪૮ ટન, ક્રૂડ તેલમાં ૪૭૦૭ સોદાઓમાં રૂ.૩૬૩.૮૪ કરોડનાં ૯૪૬૩૦૦ બેરલ્સ, કોટનમાં ૯૨૮ સોદાઓમાં રૂ.૭૪.૮૩ કરોડનાં ૩૫૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૩૬૯૨ સોદાઓમાં રૂ.૪૬૪.૯૯ કરોડનાં ૪૯૭૮૦ ટન, મેન્થા તેલમાં ૫૦ સોદાઓમાં રૂ.૬.૨૨ કરોડનાં ૬૩.૭૨ ટન, કપાસમાં ૧૦ સોદાઓમાં રૂ.૨૬.૨૮ લાખનાં ૪૪ ટનના વેપાર થયા હતા.

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૩૮૭.૩૨૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૪૯.૩૯૨ ટન, ક્રૂડ તેલમાં ૧૮૮૮ બેરલ્સ, કોટનમાં ૧૫૨૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૮૩૪૫૦ ટન, મેન્થા તેલમાં ૧૩૯.૩૨ ટન અને કપાસમાં ૨૯૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૧ અને નીચામાં રૂ.૧૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૫ અને નીચામાં રૂ.૧૬૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૯.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૦૨૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૬૫ અને નીચામાં રૂ.૧૯૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૨૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૦ અને નીચામાં રૂ.૫૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩૯ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૪ અને નીચામાં રૂ.૧૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૦.૯ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૫ અને નીચામાં રૂ.૧૫૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૨.૨ બંધ રહ્યો હતો.

- text