મોરબી : બે સ્થળે બાઇકમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે બે ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક ઉપર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરવા નીકળેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે ઈંગ્લિશ દારૂ તથા બાઈક સહીતના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૧૬ ના રોજ મોરબી તાલુકાના ચકમપર (જીવાપર) ગામના પાદરમાં, તળાવની પાળ પાસે GJ-36-P-1852 નંબરના બાઈક ઉપર કાપડની થેલીમાં ઈંગ્લિશ દારૂની બોટલો લઈને નીકળેલા અરબાઝ આદમભાઇ નારેજા, મહમદભાઇ કરીમભાઇ સમાને વિદેશી દારૂની બોટલ નંગ-૨૮ કિં.રૂ.૮૪૦૦ તથા બાઈક મળી કુલ કિં.રૂ.૨૮,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ દારૂના બીજા દોરડામાં મોરબી તાલુકા પોલીસે ગઈકાલે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ વીવાન્ટા સિરામીક નજીક GJ-36-E-4404 નંબરના બાઈક ઉપર પ્લાસ્ટિકની થેલીમાં ઈંગ્લિશ દારૂની બોટલો લઈને નીકળેલા વસીમભાઇ ઓસમાણભાઇ નારેજાને વિદેશી દારૂની બોટલ નંગ ૩ કિં.રૂ.૯૯૦ તથા બાઈક મળી કુલ કિં.રૂ.૨૦,૯૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text