મોરબી : યુવાન ઉપર કુહાડી વડે હુમલો કરી કારમાં તોડફોડ

- text


ચાર આરોપીઓ સામે ગુન્હો નોંધાયા બાદ હાલ પોલીસે બે આરોપીને ઝડપી લીધા

મોરબી : મોરબીના પીપળી ગામ પાસે આવેલ રાધે ક્રિષ્ના મોલ.નજીક ગઈકાલે યુવાન ઉપર ચાર શખ્સોએ કુહાડી વડે ખૂની હુમલો કરી તેની કારમાં તોડફોડ કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે હાલ પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી ગામેં આવેલ ગંજાનંદ પાર્ક સોસાયટી મકાન નં.૫૭ માં રહેતા લાલસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ (ઉ.વ-૩૩) એ આરોપીઓ દિવ્યરાજસિંહ દિલુભા ઝાલા, દિલુભા જામભા ઝાલા, દિપકસિંહ ઝાલા,અભેસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ એક આરોપીને આજથી પાંચ છ માસ પહેલા ગજાનંદ પાર્ક સોસાયટીમાં મહીલાઓ સાથે માથાકુટ થયેલ તે વખતે મહીલાઓએ આરોપીને માર મારેલ હતો. જે માર સાહેંદ જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના કહેવાથી મારેલ હોવાનો ખાર રાખી તમામ આરોપીઓ ભેગા મળી સાહેદની સ્કોરપીયો ગાડી નં. GJ-36-F-4420 ઉપર છુટ્ટા પથ્થરના ઘા મારી સ્કોરપીયો ગાડીના કાચ તોડી નાખ્યા હતા તેમજ આરોપીઓએ ફરીયાદીના મિત્ર સાહેદ જયદેવસિંહને માંથાના ભાગે કુહાડીનો ઘા મારી માંથામાં હેમરેજ જેવી જીવલેણ ઇજા પહોચાડી હતી.આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે બે આરોપીને ઝડપી લઈ બાકીના બે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text