રાજ્યના ચાર મહાનગરોમા રાત્રી કરફ્યુનો સમય એક કલાક ઘટાડાયો, શુક્રવારથી રાત્રીના 10 વાગ્યાથી કરફ્યુ થશે લાગુ

- text


 

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના ચાર મહાનગરોમા રાત્રી કરફ્યુનો સમય એક કલાક ઘટાડવામાં આવ્યો છે. અગાઉ રાત્રીના 9 વાગ્યાથી કરફ્યુ શરૂ થતું હતું. જે હવે શુક્રવારથી રાત્રીના 10 વાગ્યાથી શરૂ થનાર છે.

- text

કોરોનાના સંક્રમણને અટકાવવા રાત્રીના સમયે લોકો એકત્ર ન થાય તે માટે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં હતું. જેનો સમય આગામી તા.1 જાન્યુઆરી ને શુક્રવારથી ઘટાડવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. જેથી હવે તા.1 જાન્યુઆરીને શુક્રવારથી રાત્રીના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની આ સમય વ્યવસ્થા તા.14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

- text