વાંકાનેરમાં ગઢની રાંગ વિસ્તારમાં ગાયો માટે ગમાણ બનાવી આપવા સ્થાનિકોની માંગ

- text


વાંકાનેર : વાંકાનેરમાં ગઢની રાંગ વિસ્તારમાં સસ્તા અનાજના ડિપો સામે ગમાણ કરી આપવા અંગે સ્થાનિકો દ્વારા વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ગઢની રાંગ વિસ્તારમાં સ્થાનિકો રેઢીયાળ ગાય માટે લીલા-સૂકા ઘાસનો ચારો નાખતા હતા. આથી, ગાયો ચારો ખાવા માટે આવતી હતી. લીલુ–સુકુ ઘાસ રોડ ઉપર નાખવાથી ગંદકી થાય છે અને અવરજવર કરતા લોકોને પણ મુશ્કેલી પડે છે. જેથી, ગઢની રાંગ વિસ્તારમાં અવરજવર નહિવત હોય છે અને ત્યાંના લતાવાસીઓને કોઈ મુશ્કેલી નથી. જેથી, આ જગ્યાએ જો ગમાણ કરી આપવામાં આવે તો રેઢીયાળ ગાયોને ચારો મળી રહે અને ગામમાં અન્ય કોઈ જગ્યાએ ગંદકી ન થાય. અને ગામમાં રઝળતી ગાયો ઘાસચારા માટે જયાં-ત્યાં ફરતી હોય છે અને પ્લાસ્ટીક પણ ખાય જતી હોય છે. જેના બદલે ગાયોને ઘાસચારો મળી રહે એટલા માટે આજબાજુના લતાવાસીઓ અને ગઢની રાંગ પાસે રહેતા લોકોએ નકકી કરીને સસ્તા અનાજના ડિપો સામે તાકીદે ગમાણ કરી આપવા અંગે માંગણી કરેલ છે.

- text

- text