બળદની જગ્યાએ હવે બાઈકની મદદથી બનાવાતી તલની સાની

- text


મોરબી : પરિવર્તન જગતનો નિયમ છે. સમયના બદલાતા વહેણમાં દુનિયા આખી બદલાઈ ગઈ છે. ક્યાં બળદગાડાંનો યુગ અને ક્યાં આજનો અત્યાધુનિક ટેકનોલોજીનો જમાનો. દુનિયા આજે તો આંગણીના ટેરવે ઉપલબ્ધ થઈ ગઈ છે. પહેલાના જમાનામાં તેલની ઘાંચીએ બળદ જોડીને તેલની ઘાણી કઢાતી હતી. હવે આજના જમાનામાં બળદની જગ્યાએ બાઈક ફરતી કોર ફેરવીને તલની ઘાણી કઢાઈ છે. હાલ શિયાળામાં તલની સાની ખાવાનો જબરો ક્રેઝ હોય છે. ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં બાઈક ફરતે કોર ફેરવીને તલની સાની બનાવવામાં આવતી હોવાનું દર્શાય છે.

- text

- text