મોરબી જિલ્લામાં RSS દ્વારા 27મીએ વિવિધ સ્થળે સામાજિક સદભાવ બેઠકનું આયોજન

- text


સરસ્વતી શિશુમંદિરમાં પર્યાવરણ સંરક્ષક બેઠક અને રામધન આશ્રમમાં રીક્ષાચાલક (વાહન સારથી) શ્રેણી બેઠક પણ યોજાશે

મોરબી : ‘વિવિધતામાં એકતા, હિન્દૂ કી વિશેષતા’ સૂત્રને સાર્થક કરવા કાર્યરત રાષ્ટ્રીય સ્વયં સેવક દ્વારા વિચારોની આપ-લે કરવાના હેતુથી મોરબી જિલ્લામાં આગામી તા. 27ના રોજ સામાજિક સદભાવ બેઠક, પર્યાવરણ સંરક્ષક બેઠક તથા રીક્ષાચાલક (વાહન સારથી) શ્રેણી બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તા. 27ના રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-મોરબી જિલ્લા દ્વારા બપોરે 2-30 વાગ્યે સરસ્વતી શિશુ મંદિર, મોરબી- રાજકોટ હાઇવે, શક્ત શનાળા ખાતે કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાશે. તેમજ સામાજિક સદભાવ બેઠક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-મોરબી તાલુકા દ્વારા સાંજે 5-30 વાગ્યે રામધન આશ્રમ, મહેન્દ્રનગર ખાતે યોજાશે. વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-વાંકાનેર તાલુકા દ્વારા સામાજિક સદભાવ બેઠક બપોરે 3 વાગ્યે બંધુ સમાજ લાયબ્રેરી ઉપર, પ્રતાપ રોડ ખાતે યોજાશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ- માળીયા તાલુકા દ્વારા સવારે 9 વાગ્યે બોળા હનુમાન – ફગસીયા (મહેન્દ્રગઢ) ખાતે યોજાશે.

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આગામી તા.27ને રવિવારના રોજ સાંજે 4:30 કલાકે સરસ્વતી શિશુ મંદિર, મોરબી- રાજકોટ હાઇવે, શક્ત શનાળા ખાતે પર્યાવરણ સંરક્ષક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી વિશેષ ઉપસ્થિત રહેશે. તેમ પર્યાવરણ સંયોજક મનુભાઈ કૈલાની યાદીમાં જણાવાયું છે. તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-મોરબી તાલુકા દ્વારા સાંજે 7-30 વાગ્યે રામધન આશ્રમ, મહેન્દ્રનગર ખાતે રીક્ષાચાલક (વાહન સારથી) શ્રેણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

 

- text