યુવતીનો ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપીને યુવાને વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

- text


બનાવ વખતે યુવતી સગીર વયની હોવાથી પોલીસે આરોપી સામે પોકસોની કલમ લગાડીને વધુ તપાસ હાથ ધરી

હળવદ : હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી.જેમાં એક યુવાને યુવતીનો ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી તેણી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.જો કે આ યુવાન દુષ્કર્મનો પણ વીડિયો ઉતારીને યુવતીને તાબે થવા મજબૂર કરતો હોય આખરે તેના બલેકમેઈલ કરવાની કરતૂત સામે યુવતીએ હિંમત એકથી કરીને આજે ફરિયાદ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.જ્યારે બનાવ વખતે યુવતી સગીર વયની હોવાથી પોલીસે આરોપી સામે પોકસોની કલમ લગાડીને વધુ તપાસ હાથ ધરી હતી.

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આરોપી વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા નામના યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ,તે અગાઉ ધો.12 માં અભ્યાસ કરતી હતી તે સમયે તેની જ સાથે અભ્યાસ કરતો વિશાલે ધો.12ના વિદાય સમારંભ વખતે પોતાના મોબાઈલમાં યુવતીનો ફોટો પાડી લીધો હતો. ફોટો વાંધાજનક ન હતો. પણ આ યુવાનને ફોટાનું એડીટીંગ કરીને બીભત્સ બનાવીને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો યુવતી જ્યાં જાય ત્યાં તેનો પીછો કરીને રીતસર બ્લેક મેઈલ કરતો હતો.દરમ્યાન યુવતી ગત તા.28/2 ના રોજ ધર પાછળ કુદરતી હાજતે જવા ગઈ ત્યારે આરોપીએ ત્યાં આવી ફોટો તથા રેકોડીગ વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતીનું યૌન શોષણ કર્યું હતું.

- text

બાદમાં યુવાન આ રીતે બ્લેક મેઈલ કરીને યુવતીને શરીર સબંધ બાંધવા મજબૂર કરતો હતો.આથી યુવતી તેનાથી કંટાળી આત્મ હત્યા કરવાનું પણ વિચારી લીધું હતું.પણ આ યુવાન તેનો કેડો મુકતો ન હતો.તે જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ ફોન કરીને હું જ્યાં કહું ત્યાં તારે ફરવા આવવું પડશે નહિતર તારી સાથેની અંગત પળોનો વીડિયો અને રેકોડીગ વાયરલ કરી દઈશ તેવી ધમકી આપીને યુવાન તેણી સાથે શરીર સબંધ બાંધતો હતો.આથી અંતે યુવતીએ તાબે ન થવાનું નક્કી કર્યું હતું.આથી યુવાન વધુ ઉશ્કેરાયો હતો અને તેણીના ઘરે જઈ દારૂ પીને ધમાલ મચાવી હતી.જો કે તે સમયે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને હવે હિંમત એકઠી કરીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આજે યુવાનને યુવતીના પરિવારજનો વિરુદ્ધ હુમલો કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી.

- text