છત્તર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂની 48 બોટલો સાથે એક પકડાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની 48 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 16ના રોજ છત્તર ગામમાં રહેતા આરોપી જગમાલભાઇ નારણભાઇ જુંજાએ પોતાના રહેણાક મકાનના ફળીયામા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ 48 (કિ.રૂ. 18,000) વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસ દ્વારા આરોપી જગમાલની અટકાયત કરવામાં આવી છે. તેમજ વિદેશી દારૂનો મુદામાલ કબ્જે કર્યો છે.

- text

- text