મોરબીની વિદ્યાર્થીની જાડેજા તેજસ્વીની આંકડાશાસ્ત્રની વર્ચ્યુઅલ પરીક્ષામાં રાજ્યભરમાં પ્રથમ સ્થાને

મોરબી : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના હોમ લર્નિગ કાર્યક્રમમાં ગુજરાત વર્ચ્યુઅલ શાળાના ઓનલાઈન કલાસમાં ધો. 12 આંકડાશાસ્ત્રની પરીક્ષા તા. 29 નવેમ્બરના રોજ લેવાયેલ હતી. આ પરીક્ષામાં મોરબીના તપોવન વિદ્યાલયની ધો. 12 કોર્મસની વિદ્યાર્થીની જાડેજા તેજસ્વીનીબા એચ.એ સમગ્ર ગુજરાત રાજય અને જીલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. તે બદલ શાળાના સંચાલક અશોકભાઈ રંગપરીયા, શાળાના આચાર્ય નરેશભાઈ સાણજા તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.