મોરબીમાં વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયા

- text


મોરબી : સૌરાષ્ટ્રના ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભૂકંપના આંચકા નોંધાવવાનો સિલસિલો યથાવત છે ત્યારે આજે વહેલી સવારે મોરબીમાં પણ ભૂકંપના આંચકા નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

આજે સોમવારે વહેલી સવારે સિસ્મોલોજી સેન્ટરમાં સૌરાષ્ટ્રના વિવિધ બે ક્ષેત્રોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. વહેલી સવારે ઠંડીની મોસમમાં લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા જ્યારે ગૃહિણીઓ દિવસના શરૂઆતી ગૃહકાર્યમાં વ્યસ્ત હતી ત્યારે જ સવારે 6:57 કલાકે મોરબી ક્ષેત્રમાં 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. મોરબીથી 24 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

- text

વહેલી સવારના શાંત વાતાવરણમાં ઘણા લોકોએ આ આંચકનો અનુભવ પણ કર્યો હતો. મોરબીમાં આંચકો આવ્યો એ પૂર્વે મોડી રાત્રે 01:12 વાગ્યે તલાલા ગીર પંથકમાં 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તલાલાથી 11 કિલોમીટર દૂર પૂર્વમાં આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. નવેમ્બર માસના અંતિમ દિવસે મોરબી પંથકમાં આવેલા આંચકાને લઈને લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. અલબત્ત હજી સુધી કોઈ નુક્શાનીના અહેવાલો મળ્યા નથી.

- text