મોરબી : પ્રધાનમંત્રી કૌશલકેન્દ્રમાં વિનામૂલ્યે રોજગારીલક્ષી તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


મોરબી : પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર – મોરબીમાં 18 થી 15 વર્ષના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ, વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે 2 લાખનો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.

- text

હવે પછીના સત્રમાં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મર્યાદિત સંખ્યામાં એડમિશન લેવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર – મોરબી, 3જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી (મો. ૭૪૮૭૦ ૭૬૩૭૪)નો સાવરે 9 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો. http://forms.gle/rxt4VVqjSF5kvgRR9 આધારકાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લઈ જવાનો રહેશે.

- text