જયંતિલાલ પેટલ વિધાનસભા ચૂંટણી છઠ્ઠી વખત હાર્યા

- text


 

 

મોરબી : મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલની હારની સાથે તેઓ સતત છઠ્ઠી વખત હાર્યા છે. આ અગાઉ તેઓ વર્ષે 1990માં પ્રથમ વખત મોરબી બેઠક પર તે વખતના ધુરંધર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જશુભાઈ પટેલ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. પણ તે વખતે નવા સવા ઉમેદવાર હોય અને સામે લોકલાડીલા નેતા બાબુભાઇ જશુભાઈ પટેલ હોવાથી જયંતિભાઈને પ્રથમ વખત હારની શિકસ્ત ખમવી પડી હતી. આવી રીતે તેઓ વર્ષ 1990 થી 2007 સુધી સતત પાંચ વખત મોરબી બેઠક પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.જેમાં ચાર વખત કોંગ્રેસે ટિકિટ આપી હતી અને એક વખત તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પણ આ પાંચેય વખત હાર સહન કરવી પડી હતી અને આ વખતે પણ સ્વચ્છ પ્રતિભાને જોરે તેમને કોંગ્રેસે ટિકિટ આપી હતી. પણ કમનસીબે તેમને છઠ્ઠી વખત હાર સહન કરવી પડી હતી.

- text

જનાદેશનો નત મસ્તકે સ્વીકાર કરતા જયંતિલાલ પટેલ

65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પાતળી સરસાઈથી પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ જેરાજભાઈ પટેલે જનતા જનાર્દનનો ચુકાદો સર આંખો પર ચડાવ્યો છે. મોરબી-માળીયા વિધાનસભા મતક્ષેત્રના તમામ મતદારોનો ચુકાદો નત મસ્તકે સ્વીકાર કરતા જયંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, “પરિણામ એ અમારી ઉણપોનો અરીસો છે. જનાદેશનો નત મસ્તકે સ્વીકાર કરું છું. વધુમાં જયંતિલાલે તેઓને તમામ રીતે સાથ સહકાર આપનાર કોંગ્રેસના કાર્યકરો, એજન્ટ મિત્રોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

- text