જુના દેવળીયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

- text


રૂ. ૬૬,૭૨૦ના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા, પોલીસને જોઈ છ મુઠ્ઠીઓ વાળી ભાગ્યા

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડયા છે. જેમાં ચાર આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે જુગારની ક્લબ ચલાવનાર સહિત છ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા ૫૬ હજારની રોકડ તેમજ બે મોબાઇલ સહિત ૬૬ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પોલીસ હળવદ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમી ટેસ્ટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી હતી. જેથી, ગત રાત્રીના ત્યાં રેડ પાડવામાં આવતા જુગારધામ ઝડપાયું છે. જુના દેવળીયા ખાતે રહેતા મનસુખભાઈ બચુભાઈ નામનો શખ્સ તેના મકાનની બાજુમાં તેની કબ્જાની જમીનમાં બહારથી લોકોને બોલાવી જુગારધામ ચલાવતો હોય ત્યારે ગત રાત્રીના પણ જુગારધામ ચાલતું હોય, તે વેળાએ સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડતા રાજદીપસીહ ઉર્ફે રાજભા પરમાર (રહે જુના દેવળીયા), ભરતભાઈ દેવજીભાઈ ઠાકોર (રહે જુના દેવળીયા), પ્રકાશભાઈ પ્રભુભાઈ કણજારીયા (રહે ધનાળા) અને નરેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર (રહે સુસવાવ)ને ઝડપી લીધા હતા.

- text

જ્યારે રેડ દરમિયાન જુગારધામ ચલાવનાર મનસુખભાઈ બચુભાઈ (રહે જુના દેવળીયા) તેમજ રમેશભાઈ પ્રભુભાઈ ચરમારી (રહે જુના દેવળીયા), સુરેશભાઈ દેવજીભાઈ ભીમાણી (રહે જુના દેવળીયા), રમેશભાઈ ગોવિંદભાઈ રબારી (રહે જુના દેવળીયા), સંજયભાઈ છનાભાઇ ચરમારી (રહે જુના દેવળીયા) અને પ્રતાપભાઈ ભીખુભાઈ રાજપૂત (રહે સુસવાવ) સહિત છ આરોપીઓ નાસી છૂટયા હતા. પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૫૬,૭૨૦ની રોકડ રકમ તેમજ બે મોબાઇલ કિં.રૂ. ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૬૬,૭૨૦નો મુદ્દામાલ કબજે લઇ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text