મોરબી : રંગપર બેલા રોડ ઉપર ડમ્પરે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના કરુણ મોત

- text


અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો : તાલુકા પોલીસે દોડી જઈને ટ્રાફિક કિલિયર કરવી બન્ને મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના રંગપર બેલા રપડ ઉપર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઈને ટ્રાફિક કિલિયર કરવી બન્ને મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીઆગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રંગપર બેલા રોડ આવેલ મહાદેવ હોટલથી આગળ આજે સાંજે 7 વાગ્યાની આસપાસ બે યુવાનો ડબલ સવાર બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે આ ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈક સવાર બન્ને યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો અને બન્ને મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

- text

આ બનાવ અંગે તાલુકા પોલીસ જમાદાર આર.બી.વ્યાસે જણાવ્યું હતું કે ,બન્ને યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે. જેમાંથી એક યુવાન અહીંની મહાદેવ હોટલના માલિકનો પુત્ર હોવાનું જાણવા મળે છે. આ યુવાન આજે બાઇકમાં બીજા યુવાનને બેસાડી હોટલ માટેનો સમાન લઈને હોટલ તરફ આવી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ડમ્પર ત્યાંજ રેઢું મૂકીને ફરાર થઈ ગઈ ગયો હતો. હાલ બન્ને મૃતકોની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે. અકસ્માત બે રાજસ્થાનના યુવાનોના મોતથી તેમના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

- text