ટંકારા : મગફળીની ખરીદીના રજીસ્ટ્રેશનની લાંબી લાઈનો સંદર્ભે તંત્ર સામે ગાંધીગીરી અપનાવી વિરોધ

- text


ટંકારા : આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે. જે નિમિત્તે ટંકારાના વિદ્યાર્થી એકતા સંગઠને મગફળીની ખરીદીના રજીસ્ટ્રેશનની લાંબી લાઈનો સંદર્ભે તંત્ર સામે ગાંધીગીરી અપનાવી વિરોધ નોંધાવ્યો છે.

ગઈકાલે મોરબી, વાંકાનેર અને હળવદ એપીએમસી સેન્ટર ખાતે મગફળી માટેની ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી સાંભળતા વિલેજ કોમ્યુટર ઓપરેટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેમજ રજીસ્ટ્રેશન માટે જરૂરી નેટવર્કના ધાંધિયાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ ટંકારા સહીત અનેક ગામોમાંથી ખેડૂતો મોરબી ખાતે રજીસ્ટ્રેશન માટે આવ્યા હતા. આથી, ખેડૂતોએ લાંબી લાઈનોમાં તડકામાં ઉભું રહેવું પડ્યું હતું.

- text

આ ઘટનાના સંદર્ભે ટંકારાના વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા આજે ગાંધી જયંતિના દિવસે સરકારના અણધડ વહીવટનો વિરોધ કરવા બપોર સમયે મામલતદાર કચેરી ખાતે પહોંચી પાંચ મિનિટ તડકે ઉભા રહી તાલીના ગડગડાટ કર્યો હતો. તેમજ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખેડૂતો ઘરે બેઠા ઓનલાઇન કરી શકે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આમ, વિદ્યાર્થી એકતા સંગઠને વિરોધ દર્શાવવા ગાંધીગીરી અપનાવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text