કાશીયાગાળા ગામ પાસે વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ નોંધ કરવામાં આવી છે.

ગત તા. 30ના રોજ કાશીયાગાળા ગામના બોર્ડ પાસે મો.સા. નં. જી.જે.-૦૯-એબી-૩૦૯૦માં મનહરભાઇ સવાભાઇ ચમાર ગે.કા. રીતે વિદેશી દારૂની બોટલ નંગ 1 કી.રૂ. 300 સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલ અને મોટરસાયકલ મળી કુલ 15,300નો મુદામાલ કબ્જે કર્યો છે. અને આરોપી મનહરની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text