હાથરસની ગેંગરેપ ઘટનાના વિરોધમાં મોરબીમાં આજે “આપ” દ્વારા કેન્ડલમાર્ચ યોજાશે

- text


મોરબી : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ સારવાર દરમ્યાન તેના મોતને લઈને દેશભરમાં ચકચાર મચી ગઇ છે ત્યારે આ ઘૃણાસ્પદ ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા સંગઠન તથા મોરબી જિલ્લા-શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે તારીખ 2 ઓક્ટોબરના સાંજે ૦૭:૦૦ કલાકે પાર્ટી કાર્યલય રામ ચોકથી શહીદ ભગતસિંહ પ્રતિમા, ગાંધી ચોક સુધી મશાલ તેમજ કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. આ કેન્ડલ માર્ચમાં સમસ્ત મોરબી શહેર અને જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકોને ઉઓસ્થિત રહેવા આમ આદમી પાર્ટીના જિલ્લા મહિલા પ્રમુખ અનિલાબેન સદાતીયા, જિલ્લા પ્રભારી ભરતભાઈ બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે પટેલ, મોરબી શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂએ એક યાદીમાં જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text