મોરબીના જેતપર રોડ પર ચક્કાજામ કરવા મુદે યુવા આગેવાન સહિત 5 લોકો વિરુધ્ધ ફરિયાદ

- text


નબળા રોડ મુદે શનિવારે ચક્કાજામ કરી વિરોધ કરાયો હતો

મોરબી : મોરબીના જેતપર રોડ પરના મસમોટા ખાડાઓથી થતા ટ્રાંફિક જામ અને અકસ્માતની ઘટનાઓથી ત્રસ્ત મોરબીના સામાજિક કાર્યકર અને ઉધોગકારો અને અન્ય યુવાનોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ચક્કાજામને કારણે વાહનોના થપ્પા લાગી ગયા હતા જેથી વાહનોને પસાર થવામાં કલાકોનો સંયમ લાગી ગયો હતો આ અંગે તાલુકા પોલીસને જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચકાકાજામ જામ કરતા લોકોને રોડ પરથી હટાવ્યા હતા આ ઉપરાંત મંજુરી વિના વિરોધ પ્રદર્શન કરી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને અવરોધ ઉભો કરવા બદલ યુવા આગેવાન અને ઉદ્યોગપતિ પંકજભાઈ કાંન્તીભાઈ રાણસરીયા ઉવ.૩૨ રહે.રવાપર રોડ મોરબી, તેમજ યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા ઉવ.૩૧ રહે.કુબેરનગર વાવડી રોડ, મોરબી, સુધીરભાઈ ગોપાલભાઈ રાણપરીયા ઉવ.૨૫ રહે.બોનીપાર્ક, રવાપર રોડ, મોરબી, ધવલભાઈ પ્રકાશભાઈ સતાપરાઉવ.૨૫ રહે.મોરબી-૨, આનંદભાઈ રામજીભાઈ પટેલ ઉવ.૨૭ રહે.રવાપર મોરબીવાળાઓની અટકાયત કરી હતી.આ તમામ લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમા ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

- text