વાંકાનેરના રાતીદેવડી ગામે ગૌવંશ ઉપર એસિડ એટેક, ગ્રામજનોમાં ઉગ્ર રોષ

- text


ગૌપ્રેમીઓએ ઘાયલ ગૌવંશને ગૌશાળામાં ખસેડીને સઘન સારવાર શરૂ કરાવી

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે ગૌવંશ ઉપર એસિડ એટેક થયાનો બનાવ સામે આવ્યો છે. આ એસિડ એટકમાં ગૌવંશ ગંભીર રીતે ઘાયલ થયા છે ગૌવંશ ઉપર એસિડ એટેકના બનાવથી ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. ગૌપ્રેમીઓએ ઘાયલ ગૌવંશને ગૌશાળામાં ખસેડીને સઘન સારવાર શરૂ કરાવી છે.

આ હીંચકારી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના રાતીદેવડી ગામે કોઈ અજાણ્યા શખ્સોએ ગૌવંશ ઉપર એસિડ ફેંકીને હીંચકારો હુમલો કર્યો હતો. એસિડ જેવા જલદ પ્રવાહી ગૌવંશ ઉપર ફેંકાતા આ અબોલ પશુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આજે એસિડથી હુમલો કરેલા ગૌવંશ મળી આવતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે ગૌપ્રેમીઓએ પીડાથી કણસતા ગૌવંશને પકડીને તાત્કાલિક ગૌશાળા ખાતે લઈ ગયા હતા અને ગૌવંશની સારવાર સઘન સારવાર શરૂ કરવી હતી. આ બનાવને પગલે રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text