પાકોનું વાવેતર નોંધપાત્ર વધ્યુ પણ ઉત્પાદન ખરેખર વધશે?

- text


એગ્રી સાયન્સ ન્યુઝ નેટવર્ક : એગ્રીસાયન્સના ફેસબુક ગ્રુપ ખેડૂત ડાયરામાં ઉપરની તસવીર દ્વારા શેર કરવામાં આવી છે. તસવીરમાં અડદનો પાક પીળો પડી ગયેલ દેખાય છે. રાજ્યભરમાં સતત વરસાદની સ્થિતિના કારણે વિવિધ કૃષિ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ઘણાં વિસ્તારોમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધ્યો છે તો ઘણાં વિસ્તારોમાં તો સંપૂર્ણ વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોને ફેર-વાવણી કરવાની ફરજ પડી છે.

સૌથી વધુ નુકસાન તલના પાકને થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તલના વાવેતરમાં આ વખતે નોંધપાત્ર વધારો નોંધાયો છે. જોકે, વાવેતર વધ્યુ હોવા છતાં ઉત્પાદનમાં કાપ પડે એવી સ્થિતિનું સર્જન થયુ છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે તા.8 સપ્ટેમ્બરે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં તલનું 1.48 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે, જે રાજ્યમાં સરેરાશ થતા તલના વાવેતર કરતાં 45 ટકા જેટલુ વધારે છે. વાવેતર 45 ટકા વધ્યુ છે પણ એ રીતે તલનું ઉત્પાદન વધે એવી સ્થિતિ હાલ દેખાતી નથી.

- text

આવી જ રીતે મગફળીનું વાવેતર 34 ટકા, સોયાબીનનું 22 ટકા અને બાજરીનું વાવેતર 13 ટકા જેટલુ વધ્યુ છે. રાજયમાં કુલ ચોમાસુ વાવેતરની વાત કરીએ તો હાલની સ્થિતિએ 85 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ચોમાસુ વાવેતર નોંધાયુ છે. જે સરેરાશ થતા વાવેતર કરતાં સામાન્ય વધારો દર્શાવે છે. રાજ્યમાં આ વખતે કપાસ, એરંડા, મકાઇ, જુવાર સહિતના અમુક પાકોનું વાવેતર ગત વર્ષના પ્રમાણમાં ઘટ્યુ છે.

એગ્રીસાયન્સ દ્વારા ફેસબુક ઉપર ‘એગ્રીસાયન્સ ડાયરો’ ગ્રુપ શરૂ કરવામાં આવ્યુ છે. આ ગ્રુપમાં જોડાવા માટે અહીં આપેલ લીંક https://www.facebook.com/groups/agriscience/ ઉપર ક્લિક કરો. આ બાદ તમને આ ગ્રુપના હોમ પેઇજ ઉપર Join લખેલ એક બટન દેખાશે. આ બટન ઉપર ક્લિક કરવાથી આપની ગ્રુપમાં સામેલ થવાની રિકવેસ્ટ અમને મળશે. જે અમે સ્વિકારશુ ત્યાર બાદ આપ ગ્રુપમાં જોઇન થઇ જશો. આપ આ ગ્રુપમાં ખેતીને લગતી વિવિધ પ્રકારની પોસ્ટ શેર કરી શકો છો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text