અમદાવાદ સિવિલના ડોકટરોની ટીમે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા

- text


સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની ક્ષતિઓ દૂર કરવા જરૂરી સૂચનો આપ્યા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વધુ સઘન સારવાર થાય તે માટે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની ક્ષતિઓ દૂર કરવા જરૂરી સૂચનો આપ્યા હતા.

- text

મોરબી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં કેટલીક ક્ષતિઓનો સુધારો કરવાની મોરબી સિવિલના અધિક્ષક ડો.દુધરેજિયાને સૂચના આપી હતી.જેમ કે કોરોનાની ફલૂ ઓપીડી બહાર જૂની હોસ્પિટલમાં છે એને કોરોનાનો વોર્ડના બિલ્ડિંગમાં રાખવાનો સૂચનો કર્યા હતા. આ ઉપરાંત કોરોની ફલૂ ઓપીડી કરતા ડોકટરો અને સ્ટાફ પીપી કીટ પહેર્યા વગર જ સારવાર કરતા હોવાનું જાણવા મળ્યા બાદ આ અંગે પણ સાવધાની રાખવા અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડીની વ્યવસ્થા કરવા અને કોરોનાના દર્દીઓ તથા જનરલ દર્દીઓ માટે અલગ અલગ એન્ટ્રી રાખવા, બધા માટે એક રસ્તો હોય આથી સ્ટાફ માટે અલગ રસ્તો રાખવા, દર્દીના સગાને કોરોના વોર્ડથી દૂર રાખવા અને બહારથી વાતચીત કરી શકે તેવી વ્યવસ્થા કરવી, દર્દીઓને જમવાનું હોસ્પિટલમાંથી આપવા તથા તમામ પ્રકારની સુવિધાઓ આપવાની અમદાવાદ સિવિલના ડોકટરોએ સૂચના આપી હતી. આ ટીમ સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરા, ડીડીઓ ભગદેવ પરીખ સહિતના જોડાયા હતા.

- text