ધુનડા (ખાનપર) ગામે જુગાર રમતા સામાજિક અગ્રણી સહિત પાંચ ઝડપાયા

- text


પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી 1.28 લાખની રોકડ સાથે પકડાયા

ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ધુનડા (ખાનપર) ગામે મકાનમાં જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. અને આરોપીઓ પાસેથી 1.28 લાખ રોકડ કબ્જે કરવામાં આવી છે.

- text

ટંકારા પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે પોલીસ દ્વારા ધુનડા (ખાનપર) ગામે દિપકભાઇ તુલસીભાઈ કાસુન્દ્રા પોતાના મકાનમા ગેરકાયદે રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા 5 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. જુગારની રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ દિપકભાઈ તુલસીભાઇ કાસુન્દ્રા, એક સમયના સામાજિક અગ્રણી વિનોદભાઇ નરશીભાઇ અધારા, ભરતભાઇ મોહનભાઇ જીવાણી, જયંતિભાઇ ડાયાભાઇ જીવાણી તથા મહમદ મુસ્તાક બુખારીને રોકડ રૂ. 1.28 લાખ સાથે પકડી પાડવામાં આવ્યા છે. અને આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા કલમ મુજબ કાર્યવાહી કરેલ છે.

- text