મોરબી : સરકારી શાળાઓમાં વ્યાયામ અને કલાના શિક્ષકોની કાયમી નિમણુંક કરવા આવેદન

- text


મોરબી : રાજ્યની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ (વ્યાયામ) અને કલા વિષયના શિક્ષકોની ફરજીયાત અને કાયમી નિમણૂક કરવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2009થી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી. ગુજરાત વ્યાયામ હિત રક્ષક સમિતિ અને રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘો દ્વારા વષૅ-2010થી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કેન્દ્રીય શિક્ષણ નીતિ અને RTE-2009 મુજબ દરેક શાળાની અંદર આ વિષયના શિક્ષકોની નિમણૂક કરવાની થાય છે. નવી એજ્યુકેશન પોલિસીમાં પણ આ વિષયને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે. અને જૂની શિક્ષણ નીતિમાં પણ આ વિષયોને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ ગુજરાતમાં આ વિષયને ન્યાય આપવામાં આવ્યો નથી. તો નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોની જેમ ફરજિયાત ધોરણ 1 થી 12માં આ વિષયોને ફરજિયાત દાખલ કરવામાં આવે અને આ વિષયમાં તાલીમ પામેલ ડિગ્રી પ્રાપ્ત ઉમેદવારોને રોજગારી આપવામાં આવે.

- text

બાળકોના સર્વાંગી વિકાસ કરતા આ વિષયોના શિક્ષકો જ શાળાઓમાં નથી અને ખેલ મહાકુંભ, યોગ દિવસ, કલા મહાકુંભ અને ફીટ ઇન્ડિયા જેવા ઉત્સવોની ઉજવણી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ચાલી રહી છે. તો ઉપરોક્ત રજૂઆત બાબતે ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને તાલીમ પ્રાપ્ત બેરોજગાર યુવાનોના હિતમાં સત્વરે નિર્ણય લેવામાં આવે અને આ વિષયના શિક્ષકોની તત્કાલ ભરતી કરવામાં આવે તે બાબતે આજ રોજ મોરબી જિલ્લા કલેકટર કચેરી તેમજ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ અને મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ પરમાર તેમજ ભાવેશભાઈ વાંઝા, મુસ્તાકભાઈ સમરા, જાખોત્રા માલદેભાઈ તેમજ ટીમ દ્વારા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી હતી.

- text