મોરબી : જાંબુડીયા પુલ નીચેથી વિદેશી દારૂની બોટલો સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા પુલ નીચેથી બાઈક પર જતા બે શખ્સો વિદેશી દારૂની બોટલો સાથે પકડાયા છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 1ના રોજ મોરબી તાલુકાના જાંબુડીયા પુલ નીચેથી બાઈક પર જતા જયેશભાઇ જેરામભાઇ મકવાણા અને સતિષભાઇ જગદીશભાઇ પાટડીયાને ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની કુલ બોટલો નંગ 2, કિ.રૂ. 750 સાથે પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ આ વિદેશી દારૂની બોટલો પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા તથા લખનસિંહ પ્રવિણસિંહ ઝાલા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લીધેલ હતી. આથી, પોલીસે આરોપીઓ પારસ અને લખનસિંહને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text