29 ઓગસ્ટ : સવારના 6 થી 10 સુધી મોરબીમાં અડધો ઇંચ વરસાદ

- text


માળીયામાં 9 મીમી વરસાદ નોંધાયો, અન્યત્ર મેઘવિરામ

મોરબી : મોરબી જિલ્લામાં ગત તા. 23 અને 24 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેમાં મોરબીમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને આજે વહેલી સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માળીયામાં 9 મીમી વરસાદ નોંધાયો હતો તેમજ અન્યત્ર મેઘવીરામ રહ્યો હતો.

- text

મોરબીમાં થોડા દિવસો અગાઉ ભારે વરસાદ પડ્યા બાદ દરરોજ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. જિલ્લા કંટ્રોલરૂમે આજે પડેલા વરસાદના સતાવાર આકડા મુજબ આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 14 મીમી અને માળિયામાં 9 મીમી વરસાદ પડ્યો હતો. બાકીના જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો ન હતો. જ્યારે મોરબીમાં હાલ મેઘાડંબર વચ્ચે વરસાદનો વિરામ છે. ત્યારે વધુ વરસાદ હવે આફત નોતરી રહ્યો હોવાથી લોકો મેઘરાજાને ખમૈયા કરવા રીતસર આજીજી કરી રહ્યા છે.

- text