બિયારણના અજાણ્યા પાર્સલમાં રહેલ જોખમોથી સાવચેત રહેવા ખેડૂતોને નાયબ ખેતી નિયામકનો અનુરોધ

- text


બેનામી અથવા અજાણ્યા નામે-જગ્યાએથી ખોટા લેબલવાળા બીજના પાર્સલથી સચેત રહેવું

મોરબી : ભારત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર મંત્રાલયના ડેપ્યુટી કમિશ્નરના ઓફિસ મેમોરેન્‍ડમમાં જણાવ્યા મુજબ અમેરિકા, કેનેડા, યુકે, ન્યુઝીલેન્‍ડ, જાપાન અને યુરોપના દેશોમાં બેનામી અથવા તો અજાણ્યા નામે-જગ્યાએથી ખોટા લેબલવાળા બીજના પાર્સલો મળ્યા હોવાનું ધ્યાને આવેલ છે. કેટલાક મહિનાથી હજારો બિયારણના શંકાસ્પદ શીપમેન્‍ટ વિશ્વના અનેક દેશોમાં મળ્યા છે. અમેરિકાના ડિપાર્ટમેન્‍ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા આ બાબતને “એગ્રીકલ્ચર સ્મગલિંગ” ગણાવેલ છે.

- text

તદઉપરાંત આવા શંકાસ્પદ બિયારણના પાર્સલ, ગંભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્‍સ (રોગકારકો) ધરાવતા હોવાનું અને તેના કારણે સમગ્ર પર્યાવરણ (ઈકો સિસ્ટમ), ખેતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર જોખમ ઉભી થવાની શક્યતા દર્શાવેલ છે. જેને ધ્યાને રાખીને રાજ્યોની કૃષિ યુનિવર્સિટીઓ, બીજ સંશોધન અને સંગઠનો-વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલ સંગઠનો તેમજ કોર્પોરેશનોને આવા સંદિગ્ધ બીજ પાર્સલોથી સચેત રહેવા મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિ) એસ. એ. સીણોજિયાની યાદીમાં જણાવાયું છે.

- text