હળવદ: શક્તિનગર નજીક કન્ટેનરના કલીનરનું શંકાસ્પદ મોત

- text


 

મૃતક પંજાબનો રહેવાસી : લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ

હળવદ : આજરોજ બપોરના હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક આવેલ અન્નપૂર્ણા હોટલ પાસે કન્ટેનર ના કલર નું વીજ શોક લાગતા શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવતા ફરજ પરના તબીબે શંકાસ્પદ જણાતા લાસને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરી છે જેથી મોતનું સાચુ કારણ રાજકોટ ફોરેન્સિક પી.એમ કર્યા બાદ જ બહાર આવશે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ પંજાબના જોબનપ્રિતસિંઘ કાશ્મીર સિંઘ ઉંમર વર્ષ 19 પોતે કન્ટેનર નો કલર હોય અને આજે હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક આવેલ અન્નપૂર્ણા હોટલ નજીક કન્ટેનર રોડ પરથી નીચે ઉતરી રહ્યું હતું ત્યારે યુવાનનું વીજ શોક લાગતા શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યું છે

- text

જેથી મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે ત્યાં ફરજ પરના તબીબ ને શંકાસ્પદ લાગતા મૃતક ની લાસને ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખસેડવા ની તજવીજ હાથ ધરી છે જેથી મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.

- text