વઘાસીયા પ્રાથમિક શાળામાંથી લેપટોપ ચોરાઈ ગયું!

- text


વાંકાનેર : હાલમાં કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન સ્કૂલ-કોલેજો ખોલવા પર પ્રતિબંધ છે. આથી, તમામ શાળાઓ બંધ છે. ત્યારે વઘાસીયા પ્રાથમિક શાળામાંથી લેપટોપ ચોરાઈ ગયું હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટના કમરાનું તાળુ તોડી એક લેપટોપની ચોરી કરવામાં આવેલ છે. ચોરી થઇ ગયેલ લેપટોપ સરકાર દ્વારા શાળાને જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત 2017ની સાલમાં આપવામાં આવ્યું હતું. એસેર કંપનીના લેપટોપની હાલની કિ.રૂ. 15,000 છે. ચોરીનો બનાવ ગત તા. 8થી 14 ઓગસ્ટ દરમિયાન બન્યો છે. આ બનાવ અંગે શાળાના આચાર્ય અલ્પેશભાઇ ભીખુરામભાઇ દેશાણી (ઉ.વ. 45, ધંધો નોકરી, રહે. વાંકાનેર, જીનપરા, મુળ રહે. લીંબડી, બાહેલાપરા, ભલગામડા ગેટ, જિ. સુરેન્દ્રનગર)એ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text