મોરબી 181 અભયમની ટીમ દ્વારા મહિલા બાળપોષણ દિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા દસમા દિવસે મહિલા બાળ પોષણ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના દરેક જિલ્લામાંથી ગામડાની મહિલાઓ વેબિનારના માધ્યમથી જોડવામાં આવેલ હતા. જેમાં મોરબી તાલુકાના અમરનગર ગામમાં જઈ ત્યાંની મહિલાઓને પ્રોગ્રામમાં જોડવામાં આવેલ હતા.

આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વિભાવારીબેન દવે દ્વારા મહિલાઓ પોતાના અને બાળકોના પોષણ બાબતે વિશેષ માર્ગદર્શન આપેલ હતું. સાથોસાથ સામાજિક, વ્યાવસાયિક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર કરે તે માટેની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ સાથો સાથ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવા ગુજરાતની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી મહિલા હેલ્પ લાઈન સેવાના કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી હતી.

- text

આજના દિવસે અન્ય એક વેબીનારનું પણ આયોજન ૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા કરવામાં આવેલ હતું. તેમાં ૧૮૧ સેવાના કાઉન્સેલર, પોલીસ સ્ટાફ અને અન્ય ગામડાની મહિલાઓને જોડવામાં આવેલ હતા. જેમાં ગુજરાતના ‘બેટી બચાઓ અભિયાન’ના બ્રાન્ડ એમ્બેસેડર અને એશિયન ગેમ્સ ૨૦૧૮ ના સુવર્ણ ચંદ્રક વિજેતા કુમારી સરિતાબેન ગાયકવાડ દ્વારા પોષણના મહત્વ બાબતે અને શરીરની ફિટનેસ માટે રોજિંદા ખોરાક અને કસરત પર વિશેષ માર્ગદર્શન આપેલ હતું અને ડાંગ જિલ્લાના નાના ગામડામાંથી અત્યાર સુધીની પોતાની સફર જણાવી દરેક મહિલાઓને આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.

- text