મોરબીના શુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

- text


મોરબી : કોરોનાના કપરા કાળ દરમિયાન મોરબી જીલ્લામાં સામાજિક સંસ્થાઓ, ડોકટરો, નર્સો, એમ્યુલન્સના ડ્રાઈવરો સહિતના લોકોએ નાત-જાતના ભેદ રાખ્યા વિના કામગીરી કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તમામ કોરોના વોરિયર્સનો જુસ્સો વધુ મજબુત બને અને હજુ પણ તેઓ વધુ સારી સેવાઓ આપે એવું પ્રોત્સાહન આપવા માટે શુન્ની મુસ્લિમ સમાજ-મોરબી દ્વારા તેઓને ‘Corona Warrior’s-2020’નો ખિતાબ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

- text