મોરબી: પુત્રના અવસાન બાદ પરિવારે પુત્રવધૂના લગ્ન કરી સમાજને નવો રાહ ચીંધ્યો

- text


 

મોરબી: અનુસૂચિત જાતિ સમાજના પરિવારના પુત્રના અવસાન બાદ પુત્રવધુના લગ્ન કરી સમાજને નવો સંદેશ પાઠવ્યો હતો. જેમાં મોરબીના શંકર આશ્રમ ખાતે વડિલોની હાજરીમાં આ શુભ પ્રસંગે બન્ને યુવક-યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા.

અમદાવાદના સાણંદના વતની પરિવારના પુત્રના અવસાન બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અને પુત્રવધૂના એકલવાયું જીવન ના જીવવું પડે, તેથી પુત્રવધુને દિકરી ગણીને મોરબીના સરવડ ગામના પરિવારના પુત્ર સાથે લગ્ન કરાવી પુત્રવધુ પણ દિકરી છે તેમ સાબિત કરીસમાજને સંદેશ પાઠવી ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ લગ્ન પ્રસંગ આજ રોજ શંકર આશ્રમમા રાખેલ હતો. જેમા વડીલોએ હાજર રહીને આશીર્વાદ આપ્યા હતા. તથા સમાજના આગેવાન એવા ગૌતમભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પુત્રવધુ પણ દીકરી છે, તેનુ ભવિષ્ય ના બગડે તેનું ધ્યાન રાખવા ગૌતમ મકવાણા દ્વારા સર્વે સમાજને અપીલ કરવામાં આવી છે.

- text

- text