લાલપરમાં વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની અટકાયત

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે તેની અટકાયત કરી છે.

- text

લાલપર ગામમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પાસેથી જયભાઇ કાનજીભાઇ થરેસા (ઉ.વ. 27, ધંધો.મજુરી, રહે. સ્મીથ સ્કૃલની બાજુમા રવાપર રોડ, પરશોત્તમ ચોક, મોરબી)ને ગે.કા.પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 2 (કિ.રૂ. 1040)ની સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપી જયે બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતી. પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી જય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીની અટકાયત કરી છે.

- text