મંગળવાર : મોરબી જિલ્લામાં 6 નવા કેસ, જ્યારે 8 દર્દી સાજા થઈ જતા રજા અપાઈ

- text


આજે મોરબીમાં 5 અને ટંકારાના એક સહિત કુલ છ નવા કેસ નોંધાયા : હળવદમાં સવારે આવેલો કેસ અમદાવાદમાં ગણાયો : મોરબી જિલ્લામાં કુલ કેસ થયા 189

મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે સાંજ સુધીમાં કુલ 6 કેસ નવા નોંધાયા હતા. જ્યારે આજે 8 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજના નવા કેસ સાથે મોરબી જિલ્લાના કોરોના કેસનો કુલ આંકડો 189 થઈ ગયો હતો.

મંગળવારે સાંજ સુધીમાં નોંધાયેલા કોરોના કેસની વિગત જોઈએ તો મોરબીમાં કુલ પાંચ નવા કેસ નોંધાયા હતા જેમાં 70 વર્ષના વૃદ્ધ (હડાણીની વાડી, શનાળા રોડ, મોરબી), તેમજ 32 વર્ષના યુવાન (101, ક્રિષ્ના પેલેસ, તિરુપતિ સોસાયટી, આલાપ રોડ,મોરબી), અને 51 વર્ષના પુરુષ (માધાપર – 18, મોરબી) તથા 40 વર્ષના પુરુષ ( મોરબી સામાંકાંઠે, શક્તિ સોસાયટી) તેમજ 56 વર્ષના પુરુષ (3-ભક્તિનગર સોસાયટી, શનાળા રોડ,મોરબી)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

એક ઉપરાંત ટંકારા તાલુકાના ગજડી ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા 30 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે હળવદમાં આજે સવારે જાહેર થયેલા યુવાનના પોઝિટિવ કેસમાં તેઓ અમદાવાદ પણ રહેતા હોવાથી તેનો કેસ મોરબી જિલ્લામાં ગણવામાં આવ્યો નથી.

- text

આમ આજે મોરબી જિલ્લામાં કુલ 6 કેસ નવા નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 189 થઈ ગયો છે.

જ્યારે સારી બાબત છે કે આજે 6 નવા કેસની સામે 8 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં 45 વર્ષના પુરુષ (રાવલ શેરી, નવડેલા રોડ,મોરબી), 58 વર્ષના પુરુષ (સેવા સદન લાલબાગ, મોરબી-2), તેમેજ 20 વર્ષની યુવતી (નાની બજાર,મોરબી), 50 વર્ષના પુરુષ (જીઆઇડીસી પાછળ, મોરબી), 60 વર્ષના મહિલા ( અરૂણોદય સોસાયટી, વાંકાનેર), 63 વર્ષના પુરુષ (ધર્મસિધ્ધ સોસાયટી, બાયપાસ,મોરબી) તેમજ 57 વર્ષના પુરુષ (ચંદ્રેશનગર, મોરબી) તથા 54 વર્ષના પુરુષ ( ત્રાજપર ચોકડી, મોરબી-2) વાળાને જુદી જુદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આમ હાલમાં કુલ 189 કેસ માંથી હાલમાં 68 લોકોની સારવાર ચાલુ છે. જ્યારે 110 લોકો સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અને 11 કોરોના દર્દીના મૃત્યુ થયા છે.

(નોંધ : પોઝિટિવ અને ડિસ્ચાર્જ દર્દીઓના નામ ગવર્મેન્ટ દ્વારા જાહેર ન કરાતા તેની વિગત આપવામાં આવી નથી)

- text