શનાળા બાયપાસ નજીક ટ્રકમાં પંચર થતા ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબી શહેરમાં અત્યારે શનાળા બાયપાસ નજીક રેતીથી ભરેલા ટ્રકમાં પંચર થઇ ગયું હતું. જેના કારણે ટ્રક રોડ વચ્ચે અટકી ગયો છે. આથી, પાછળના વાહનોને આગળ જવા માટેનો રસ્તો રોકાયો ગયો છે. તેથી, તે રસ્તા પર થોડા કલાકથી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તેમજ શનાળા બાયપાસથી શરુ કરી દલવાડી ચોકડી સુધી વાહનોની લાંબી કતારો થઇ છે. ખાસ કરીને ટ્રેકટરો જેવા મોટા વાહનો આગળ નીકળી શકતા નથી. અને વાહનોનો ધસારો જોવા મળ્યો છે.

- text

- text