હળવદના કોંગ્રેસના યુવા અગ્રણીઓએ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની મુલાકાત લીધી

- text


આગામી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી તથા કોંગ્રેસ બહુમતી જીતે તેવા પ્રયાસો કરવા અને ખેડૂતો, યુવાનોના ઉતકર્ષ અંગે ગહન ચર્ચા વિચારણા કરી

હળવદ : હળવદ કોંગ્રેસ યુથના ઉપપ્રમુખ મિલન પટેલ, હળવદ કોંગ્રેસ સોસિયલ મીડિયા પ્રમુખ યાજ્ઞિક ગોપાણીએ તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. સાથે સાથે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી થવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

- text

આ મુલાકાત દરમિયાન સૌ સાથે મળીને આગામી સમયમાં ગુજરાતના ૬ કરોડ લોકોના સ્થાપિત હિતો માટે લડાઈ લડવા તથા આગામી વિધાનસભાની પેટાચૂંટણી અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેવા સઘન પ્રયાસો કરવા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ હાર્દિક પટેલએ કોંગ્રેસમાં યુવાનોને સ્થાન આપવામા અને આગામી સમયમા ગામડે ગામડે જઈ ખેડૂત, બેરોજગાર લોકોને મળીને તેમના પ્રશ્નોને વાચા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text