મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ બદલ 21 નાગરિકોની અટકાયત કરી ગુન્હો દાખલ કરાયો

- text


મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુ ભંગ બદલ મોરબી જિલ્લામાંથી કુલ 21 લોકો સામે ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી સીટી.એ.ડીવી.પો. સ્ટે. વિસ્તારના ગ્રીનચોક પાસેથી 3, જેલ રોડ પરથી 1, વિજય ટોકીઝથી ગાંધી ચોક વચ્ચેથી 1, નગર દરવાજા ચોક પાસેથી 1, વજેપર મેઈનરોડ પરથી 1, જુના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત સુધી ભજિયાની દુકાન ખુલ્લી રાખવા બદલ 1, શક્તિ પ્લોટ મેઈનરોડ પરથી 1, મકરાણીવાસમાંથી 1 આમ કુલ 10 લોકો સામે એ.ડીવી. પો.સ્ટે.માં કલમ 188 હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે મોરબી બી.ડીવી.પો. સ્ટે. વિસ્તારના માળીયા ફાટક પાસેથી 2, મહેન્દ્રનગર ચોકડી પાસેથી 3, નિત્યાનંદ સોસાયટી પાસેથી 1 મળી કુલ 6 નાગરિકો સામે કર્ફ્યુ ભંગ બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

- text

માળીયા મી.ના વાગડીયા ઝાંપા પાસેથી 1, માળીયાની મેઈન બજારમાં આસાબાપીરની દરગાહ પાસેથી 1, રામજી મંદિરના ચોકમાંથી 1 મળી કુલ 3 સામે તથા ટંકારા પો.સ્ટે.વિસ્તારના ખીજડિયા ચોકડી પાસેથી 1, જીવાપર શેરીમાંથી 1 કુલ 2 સામે કર્ફ્યુ ભંગ બદલ ગુન્હો દાખલ કર્યો છે. આમ મોરબી જિલ્લામાંથી રવિવારે રાત્રી દરમ્યાન કુલ 21 નાગરિકો સામે કર્ફ્યુ ભંગ બદલ કલમ 188 હેઠળ ગુન્હો દાખલ કરી પોલીસે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text