વાંકાનેરમાં કરિયાણાની દુકાનો 31 જુલાઈ સુધી અડધો દિવસ બંધ રહેશે

- text


 

કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસો.નો મહત્વનો નિર્ણય : બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખૂલ્લી રાખનાર વેપારીને દંડ કરાશે

વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાને પગલે કીરાણા ગ્રેઇન મર્ચન્ટ એસો.એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં કરિયાણાની તમામ દુકાનો 31 જુલાઈ સુધી અડધા દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને કીરાણા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં કરિયાણાની દુકાનો આવતીકાલથી 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વેપારી બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખશે તો તેમને રૂ. 1 હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. આવી જ રીતે પાન મસાલાના હોલસેલરો પણ દુકાનો બંધ રાખશે. વધુમાં આ એસો.એ કાપડના વેપારીને પણ આ બંધમાં જોડાવા અપીલ કરી છે. તેમ એસો.ના પ્રમુખ વિનુભાઈ કોટકની યાદીમાં જણાવાયું છે.

- text