શુક્રવાર (5pm) : મોરબી, વાંકાનેર, હળવદમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા, કુલ કેસ થયા 84

- text


જીઆઇડીસી વિસ્તારમાં આવેલ અરિહંત સોસાયટીના 67 વર્ષના વૃદ્ધ અને હળવદના ધનાળા ગામના આધેડ તથા વાંકાનેરના વાંકીયા ગામના વૃદ્ધ સંક્રમિત થયા

મોરબી : મોરબી શહેરમાં કરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે શુક્રવારે મોરબી શહેરમાં બપોર સુધીમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ સાંજે પાંચ વાગ્યે કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી પાસે આવેલ અરિહંત સોસાયટીના 67 વર્ષના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમજ હળવદના ધનાળા ગામના આધેડ સંક્રમિત થયા છે અને વાંકાનેરના વાંકીયા ગામના વૃદ્ધ સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાના કુલ કેસ 84 થયા છે.

- text

મોરબી શહેરમાં આજે શુક્રવારે સાંજે 5 વાગ્યે કોરોનાના ત્રણ નોંધાયા છે. જે અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ જીઆઇડીસી પાસે આવેલ અરિહંત સોસાયટીમાં રહેતા 67 વર્ષીય કાંતિલાલ દામજીભાઈ કારીયાનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. થોડા દિવસો અગાઉ તેમણે અમદાવાદ ખાતે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં ગઈકાલે તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી નથી. જ્યારે હળવદના ધનાળા ગામના 59 વર્ષના આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમજ વાંકાનેરના વાંકીયા ગામના 60 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે આજના છ કેસ થયા છે અને મોરબી જિલ્લાના કુલ 84 કેસ થયા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text