હળવદના મિયાણી ગામની બ્રાહ્મણી નદીમાં ફસાયેલ ગૌવંશને બચાવવા યુવાનોએ રેસ્ક્યુ કર્યું

- text


મહા મહેનતે ગૌવંશને બહાર કાઢી જીવ બચાવતા મીયાણી ગામના ઠાકોર સમાજના યુવાનો

હળવદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે મિયાણી ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદી ના ખાડામાં એક ગોવંશ ફસાઈ હોવાનું ગામના યુવાનો ને ધ્યાને આવતા તાત્કાલિક યુવાનો બ્રાહ્મણી નદી કાંઠે દોડિજય રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને મહા મહેનતે ગૌવંશને બહાર કાઢી જીવ બચાવ્યો હતો

હાલ વરસી રહેલા વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે ત્યારે મિયાણી ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી માં રેતમાફિયાઓ દ્વારા રેતી ઉલેચી લેતા ખાડાઓ થઈ ગયા છે જેમાં આજે વરસાદ પડવાને કારણે આ ખાડામાં એક ગૌવ વંશ ફસાઈ ગઈ હતી જેની જાણ ગામના સેવાભાવી યુવાન સી.એમ રંભાણી,મહેશ ઠાકોર,મુન્નાભાઈ ઠાકોર,હરેશભાઈ ઠાકોર, કિશનભાઇ ઠાકોર સહિતના યુવાનો ને થતા તેઓ નદીકાંઠે દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી મહા મહેનતે આ યુવાનો દ્વારા ગૌવંશને બહાર કાઢી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની આવક પણ થતી હોય છે જોકે હાલ વરસાદ પણ ચાલુ હોવાને કારણે સમયસર યુવાનો પહોંચી જય ગૌવંશને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો છે.

- text

બ્રાહ્મણી-૨ ડેમમાં નવા નિર આવ્યા

હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં નવા નીર આવ્યા છે બ્રાહ્મણી-૨ ડેમના અધિકારી કે.જી લીંબડીયા એ જણાવ્યું હતું કે આજે વરસેલા વરસાદને લઇ તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે બ્રાહ્મણી-૨ ડેમમાં ૨૦૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે જોકે હજુ પાણીની આવક ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું.

દિઘડીયા ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં વરસાદી પાણીની આવક

હળવદમાં આજે વરસી રહેલ સચરાચર વરસાદ ને લઇ તાલુકાના દિઘડીયા ગામના પાદરમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી માં નવા નીરની આવક થઇ છે જ્યારે નદી કાંઠે આવેલ શ્રી શક્તિ માતાજીના ધરામાં પણ નવા નીર આવ્યા છે.

- text