મોરબીમાં સૂર્ય ગ્રહણનો અલોલિક નઝારો સર્જાયો

- text


લોકોએ સૂર્ય ગ્રહણના નઝારાના વીડિયો અને તસવીરો બનાવીને સોશ્યલ મીડિયામાં શેર કરી

મોરબી : મોરબીમાં આજે સૂર્ય ગ્રહણનો અલોલિક નઝારો સર્જાયો હતો.જોકે લોકો સૂર્ય ગ્રહણનો નઝારો જોઈને અચબિત થઈ ગયા હતા અને લોકોએ સૂર્ય ગ્રહણના નઝારાના વીડિયો અને તસવીરો બનાવીને સોશ્યલ મીડિયામાં શેર કરી હતી.

આજે સવારથી આકાશમાં સૂર્ય ગ્રહણની શરૂઆત થઈ ગઈ હતી.જેમાં ધીરેધીરે ચંદ્ર સૂર્ય તરફ ગતિ કરતો હોય અંધકાર જેવું વાતાવરણ સર્જાયું હતું.ત્યારબાદ ચંદરથી સૂર્ય આખે આખો ઢંકાઇ ગયો હતો અને સૂર્યનો બંગડી જેવો આકાર થઈ ગયો હતો.આથી સૂર્ય ગ્રહણનો અદભુત અને અલોકીક નઝારો સર્જાયો હતો.લોકોએ પણ સૂર્ય ગ્રહણના આ નઝારાને મોબાઈલમાં વીડિયો કે ફોટા દ્વારા કેદ કરી લીધું હતું.જેમાં વૃક્ષ નીચે સૂર્ય ગ્રહનની દુર્લભ અસરોનો વીડિયો લોકોએ શેર કર્યો હતો.અને ચંદ્ર સૂર્યની સાથે વાદળોના અદભુત નઝારાનું વૃક્ષ નીચે પ્રતિબિંબ પડ્યું હતું.તેમજ ધરતી પર રહેલા પાણીમાં સૂર્ય ગ્રહણ નરી નાખે દેખાઈ આવ્યું હતું.આ સૂર્ય ગ્રહણના અદભુત નઝારાના દ્રશ્યએ સોશ્યલ મીડિયા જમાવટ કરી હતી.જોકે બપોરના દોઢ વાગ્યા પછી સૂર્ય ગ્રહણ પૂરું થતા સૂર્યદાદા પૂર્ણ કળાએ પ્રકાધિત થયા હતા.

- text

 

- text