ઉંટબેટમાંથી જામગરી બંદૂક સાથે એક સખ્શની અટકાયત

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) ગામેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમ એ પકડી પાડયો છે.

- text

ગઇકાલે તા. 15ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ ચોકકસ હકિકત આધારે મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામની સીમમાંથી આરોપી જમાલભાઇ સીદીકભાઇ રાઠોડ (ઉ.વ. 35, ધંધો-ખેતી, રહે. ઉટબેટ) ગેરકાયદે લાયસન્સ પરવાના વગર એક દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ. 2000 સાથે મળી આવ્યો હતો. આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text